Explore

Search

April 17, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest Update: તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થશે

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. ઉમેદવારી પત્રો ભરવાથી લઈને તેની ચકાસણી અને ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ૨૬, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૨૬,આમ આદમી પાર્ટીના ૨૪ અને અપક્ષ/અન્ય પક્ષના ૦૧ ઉમેદવાર મળી કુલ ૭૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.

ઉમેદવારોમાં ૨૪ વર્ષના યુવા થી લઈને ૭૦ વર્ષના વડીલ સુધીના વિવિધ વયજૂથના ઉમેદવારો મેદાનમાં છે, જે અનુભવ અને ઉત્સાહના અનોખા મિશ્રણને પ્રતિબિંબિત કરે છે. વધુમાં, લોકશાહીના આ પર્વમાં નારી શક્તિનું પ્રતિનિધિત્વ પણ પુરૂષ સમોવડું જોવા મળી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement
error: Content is protected !!