Explore

Search

April 17, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢમાં મિલકત વિવાદમાં કાકા-ભત્રીજા વચ્ચે લોહિયાળ જંગ: યુવકના માથામાં ટાંકા આવ્યા

સોનગઢમાં મિલકતના વિવાદે હિંસક વળાંક લીધો છે. ઈસ્લામપુરા ગેટ પાસે પરિવારના સભ્યો વચ્ચે થયેલી આ મારામારીમાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી સરવર મહેબુબ કાંકર (ઉ.વ.૨૬) એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ૧૪ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સાંજે તેઓ પોતાની ભંગારની દુકાને બેઠા હતા. તે સમયે તેમના ફુવાએ ફોન કરીને મિલકત વિવાદ અંગે પૃચ્છા કરી હતી. આ બાબતે સરવર તેના કાકા ઈસ્માઈલ કાકરને પૂછવા જતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને સરવરે તેના કાકાના નાક પર મુક્કો મારી દેતા તેમને લોહી નીકળવા લાગ્યું હતું.

કાકાને મારેલા મારનો બદલો લેવા માટે સાબીર મહેમુદ કાકરે સરવરને ફોન કરીને ઈસ્લામપુરા ગેટ પાસે બોલાવ્યો હતો. સરવર ત્યાં પહોંચતા જ સાબીર અને જેદ અબ્દુલગની કાકરે તેની સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં સરવર નીચે પડી ગયો હતો અને તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. હુમલાખોરોએ જતી વખતે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ઘટના સ્થળે હાજર સ્થાનિક નગરસેવક અને અન્ય લોકોએ વચ્ચે પડીને સરવરને વધુ માર ખાતા બચાવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સોનગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા.સોનગઢ પોલીસે આ મામલે સાબીર મહેમુદ કાકર અને જેદ અબ્દુલગની કાકર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!