Explore

Search

June 27, 2026

Contact us -7820092500

IAS Coaching

ચકલી-પોપટના ખેલમાં ‘પંખીડા’ જેલના સળિયા પાછળ: બાજીપુરામાં એલસીબીની રેડથી જુગારીઓમાં ફફડાટ

તાપી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાલોડ તાલુકાના બાજીપુરા ગામના હળપતિ વાસમાં ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં લાઈટના અંજવાળે કેટલાક ઈસમો પ્લાસ્ટિકના ચાર્ટ પર પૈસા લગાડી ‘ચકલી-પોપટ’નો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા સ્થળ પર જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે પકડાયેલા શખ્સોની અંગઝડતી લેતા રૂ.9,430 અને જુગારના દાવ પરથી રૂ.740/- મળી કુલ રૂ.10,170/- ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત રૂ.20 હજારના કિંમતના 4 નંગ મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યું છે.પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

‘ચકલી-પોપટ’ નામનો જુગાર રમતા ઝડપાયેલા જુગારીયાઓના નામ : (1) હિરેનભાઈ કાંતીલાલ ચૌધરી રહે ઈન્દુ,હાલ વાલોડ (2) ભરતભાઈ કિરીટભાઈ ચૌધરી રહે.બાજીપુરા,વાલોડ (3) અનિલભાઇ રમણભાઇ ચૌધરી રહે.બુહારી,વાલોડ (4) દિલીપભાઇ મોકેનભાઈ ગામીત રહે.બાજીપુરા,મૂળ મહારાષ્ટ્ર અને (5) જયેશભાઇ મહેશભાઇ કોંકણી રહે. દેગામા,વાલોડ

Advertisement
error: Content is protected !!