Explore

Search

March 22, 2026

Contact us -7820092500

IAS Coaching

ભીલાડથી સુરત જતો દારૂનો મોટો જથ્થો નવસારીમાં આંતરાયો: ટેમ્પોમાં તાડપત્રી નીચે છુપાવેલી ૧૭૪૦ બોટલો જપ્ત, એકની ધરપકડ

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે નવસારી રૂરલ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર-૪૮ પર ફિલ્મી ઢબે વોચ ગોઠવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર ઉન ગામની હદમાં બુલેટ ટ્રેનના ઓવરબ્રિજ પાસે એક મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પોમાંથી કુલ રૂ. ૪,૨૪,૮૦૦/- ની કિંમતની ૧૭૪૦ નંગ દારૂની બોટલો અને ટીન બીયર કબજે કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે નવસારી રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભીલાડથી સુરત તરફ એક સફેદ કલરના બોલેરો ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ટેમ્પોને અટકાવ્યો હતો. ટેમ્પોની પાછળના ભાગે કાળા કલરની તાડપત્રી ઢાંકીને છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ અને બીયરની ૧૭૪૦ નંગ બાટલો મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પો સહિત કુલ રૂપિયા રૂ.૧૧,૨૯,૮૦૦/-નોમુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે સ્થળ પરથી ટેમ્પો ચાલક મુકેશભાઈ રામચંદ્ર સહાની (રહે.સુરત, મૂળ બિહાર) ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો સુરતના કામરેજ ખાતે રહેતા સંતોષ યાદવ નામના વ્યક્તિએ મંગાવ્યો હતો. આ ઉપરાંત, ભીલાડ પાસે દારૂ ભરેલો ટેમ્પો આપનાર અન્ય એક અજાણ્યા ઇસમને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

Advertisement
error: Content is protected !!