Explore

Search

May 11, 2026

Contact us -7820092500

IAS Coaching

ઓલપાડના દેલાડ ગામની સીમમાંથી એક્ટિવા ચોરનાર બે ઝડપાયા

સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઓલપાડ તાલુકાના દેલાડ ગામની સીમમાંથી હોન્ડા એક્ટિવા મોપેડની ચોરી કરનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને સંયુક્ત બાતમી મળી હતી કે દેલાડ ગામ પાસેના પેટ્રોલ પંપ પરથી ચોરી કરેલ એક્ટિવા સાથે બે યુવકો સાયણ ધર્મનંદન રેસીડેન્સી પાસે ઉભા છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા (૧) પાર્થ અરવિંદભાઇ દેવમુરારી (ઉ.વ.૧૯) રહે. રાજનંદીની સોસાયટી, ઉમરાગામ, તા.ઓલપાડ અને (૨) નિહાર રજનીભાઇ ભુવા (ઉ.વ.૧૯) રહે. નવજીવન એપાર્ટમેન્ટ, સરથાણા જકાતનાકા, સુરત. ના બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે તેઓની પાસેથી ચોરીનું હોન્ડા એક્ટિવા તથા ચોરીમાં વપરાયેલ સ્પ્લેન્ડર બાઈક, એક મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.૯૫,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!