Explore

Search

May 12, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : પારડી પોલીસે મોતીવાડા રેલ્વે બ્રીજ પાસે કારમાંથી રૂ.૪૦ હજારનો દારૂ ઝડપ્યો

પારડી પોલીસ મથકની ટીમે મોતીવાડા રેલ્વે બ્રીજ પાસે વોચ ગોઠવી એક વેગનઆર કારમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની ૯૦ નંગ બાટલીઓ અને કાર મળી કુલ રૂપિયા ૩,૪૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પારડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે દમણ તરફથી એક સિલ્વર કલરની મારૂતિ સુઝુકી વેગનઆર કાર નંબર જીજે/૧૫/સીક્યુ/૯૨૨૧ માં દારૂનો જથ્થો ભરીને મોતીવાડા થઈ વલસાડ તરફ જનાર છે. બાતમીના આધારે પોલીસે મોતીવાડા રેલ્વે બ્રીજ ચઢતા છેડા પર સર્વિસ રોડ પાસે વોચ ગોઠવી હતી. રાત્રિના આશરે ૧૧:૨૦ વાગ્યાની આસપાસ બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી હતી. કારની તલાશી લેતા પાછળની સીટના ભાગે પગ રાખવાની જગ્યાએ છુપાવેલા થેલાઓમાંથી રોયલ સ્ટેગ વ્હીસ્કી અને મેજિક મુવમેન્ટ્સ વોડકા જેવી બ્રાન્ડની કુલ ૯૦ નંગ બોટલો મળી આવી હતી. પકડાયેલા દારૂની કિંમત રૂ.૪૦,૦૦૦/- અને રૂ.૩ લાખની કાર મળી કુલ રૂ.૩.૪૦ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.પોલીસે આ મામલે કાર ચાલક વિકી દિલીપભાઇ ગાયકવાડ (રહે.હાલ ભીમપોર, દમણ, મૂળ રહે. માલનપાડા,ધરમપુર) ની અટકાયત કરી છે.

Advertisement
error: Content is protected !!