Explore

Search

May 12, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News: કામરેજ ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: ૮૪ બોટલ કબજે

કામરેજ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમી અને શંકાના આધારે એક શખ્સને રોકી તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે કુલ રૂ.૧૦,૩૩૨ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, ગત તારીખ ૧૦/૦૩/૨૦૨૬ ના રોજ વહેલી સવારે કામરેજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન કામરેજ ચાર રસ્તા પાસે ગીરીરાજ પાન-માવાની દુકાન સામે એક વ્યક્તિ બ્લુ કલરનો થેલો લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલો જણાયો હતો. પોલીસને જોઈને આ શખ્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.પોલીસે શખ્સની પૂછપરછ કરતા તેનું નામ રામસજન શ્રીરામ યાદવ (ઉં.વ.૫૩, રહે.મહારાણા પ્રતાપનગર ઝુંપડપટ્ટી, વરાછા, સુરત) હોવાનું બહાર આવ્યું હતું. તેના થેલાની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો કુલ ૮૪ બોટલ દારૂ જેની કુલ કિંમત રૂ.૧૦,૩૩૨/- થાય છે, તે મળી આવી હતી.પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!