Explore

Search

June 27, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending News : વ્યારા નગરપાલિકા પર વીજબીલનો 1.96 કરોડનો બોજ : હવે જવાબદારોની સંપત્તિ જપ્ત થશે?

વ્યારા નગરપાલિકાએ તા. 18-02-2026 સુધીમાં અંદાજિત રૂા.1.96 કરોડ જેટલું વીજ બિલ બાકી રાખતાં શહેરના નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

સામાન્ય નાગરિકોનું બાકી બિલ હોય તો તાત્કાલિક વીજ જોડાણ કાપવા દોડી આવતી વીજ કંપની સામે હવે સવાલ ઊભો થયો છે કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો અને અધિકારીઓ સામે ક્યારે કડક કાર્યવાહી થશે?

જાહેર નાણાંનો બેદરકાર વપરાશ કરીને કરોડો રૂપિયાનું બિલ બાકી રાખનાર તંત્ર સામે શું તેમની વ્યક્તિગત સંપત્તિ પર બોજો મૂકી આ બાકી રકમ વસૂલ કરવી જોઈએ? નાગરિકોમાં ચર્ચા છે કે જો સામાન્ય જનતાને કોઈ રાહત મળતી નથી તો જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને પણ કાયદાની જપેટમાં લાવી તેમની મિલ્કત જપ્ત કરી બાકી વીજ બિલ વસૂલ કરવામાં આવે.હવે જોવાનું એ રહ્યું કે,તંત્ર પોતાની જ બેદરકારી માટે જવાબદારી સ્વીકારી પગલાં લે છે કે ફરી એકવાર જનતાના પૈસાથી જ આ કરોડોનો બોજ ઉઠાવવામાં આવશે?

Advertisement
error: Content is protected !!