Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : સુરત શહેરમાં સ્પાના નામે ચાલતું કૂટણખાનું પકડાયું

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં સ્પાના નામે ચાલતા દેહવ્યાપારના ધંધા સામે શહેર ક્રાઈમ બ્રાન્ચની AHTU ટીમે કાર્યવાહી કરી છે. એ વન ગ્રીન નામના સ્પામાં રેઈડ કરીને દેહવ્યાપારનો પર્દાફાશ કરતાં સ્પાના સંચાલકને ઝડપી લેવાયો છે. પોલીસે દેહવ્યાપારની બદીમાંથી ત્રણ કોલગર્લને મુક્ત કરવામાં આવી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જહાંગીરાબાદ કેનાલ રોડ ઉપર સમર્પણ રો હાઉસ સામે આવેલ ગ્રીન એરીસ્ટો કોમ્પલેક્ષના બીજા માળે દુકાનમાં એ વન ગ્રીન સ્પામાં દેહવ્યાપાર ચાલતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની AHTU ટીમે છાપો માર્યો હતો. જયાં કાર્યવાહી હેઠળ સ્પાના ભાગીદારો સુશીલકુમાર ઉર્ફે ગુરુ ઓમપ્રકાશ યાદવ દ્રારા મુંબઇથી ત્રણ કોલગર્લને બોલાવીને સ્પાની આડસમાં કુટણખાનું ચલાવતા હોવાનું ડમી ગ્રાહક મોકલીને રૂ.૧૦૦૦ ચુકવીને બહાર આવ્યુ હતુ. સ્પાની આડસમાં દેહવ્યાપાર કરાવતા સાહિલ સોહિલખાન રહે.નાનપુરા ખાતે ડમી ગ્રાહક પાસેથી આ રકમ સ્વીકારીને સુવિધા પુરી પાડવાની તૈયારી બતાવી હતી. પોલીસે રોકડ, હિસાબી બુક, બે મોબાઈલ ફોન અને કોન્ડમનો જથ્થો એમ કુલ ૧૬.૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત ત્રણ કોલગર્લને મુક્ત કરાવી હતી. જયારે રીઢા સુશીલ ઉર્ફે ગુરુ રહે.પાંડેસરા અને ફૈઝલ નુર મહંમદ રહે. ચીતા કેમ્પ, ટ્રોમ્બે,મુંબઇને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement
error: Content is protected !!