સુરતના અડાજણ પાટીયા ખાતેના બ્રિજ પરથી આધેડ તાપી નદીમાં ઝંપલાવ્યાની ઘટના સામે આવી છે. અલીભાઇ પટેલ નામના શખ્સે તાપીમાં આપઘાત કરવા કૂદ્યો હતો. પાણીના વહેણમાં ખેંચાતા હાથમાં ઝાંડીઝાંખરી આવી જતા પકડી લીધી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, અને રેસ્ક્યૂ કરીને શખ્સને બહાર કાઢ્યો હતો.
આ ઘટના મામલે ફાયર વિભાગે જણાવ્યું કે અલીભાઇ પટેલે અડાજણ પાટિયા પાસેના બ્રિજ પરથી તાપીમાં કૂદ્યા હતા. ઝાડીઝાંખરા હાથમાં આવી જતા જીવ બચ્યો હતો. ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક જઈને જવાનો નદીમાં કૂદીને અલીભાઇ પટેલને બચાવાની કામગીરી કરી હતી. નદીના ભારે વહેણમાંથી આધેડને બચાવવા બે જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આધેડના બચાવી કિનારે લાવ્યા બાદ તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના મામલે તેમણે ઘરકંકાસમાં આ પગલું ભર્યું હોવાની શંકા કરવામાં આવી રહી છે.

