ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલ HCG હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડની આશંકાને લઈને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરની ખાનગી એચસીજી હોસ્પિટલને 7,22,90,205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. PMJAY યોજના અંતર્ગત 2 દર્દી પાસેથી સરકારના પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ 6,000 અને 19,000 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે.તેમજ હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા 39 કેસમાં અપ કોડિંગ જોવા મળ્યું છે.
આ સાથે જ હોસ્પિટલમાં ઉપલબ્ધ રેડીએશન મશીનમાં સીબીસીટી શક્ય ન હોવાથી તારીખ 11-07- 2023થી 21-05-2024 દરમિયાન હોસ્પિટલ દ્વારા મૂકવામાં આવેલા રેડિયેશનના કુલ 996 કેસમાંથી 443 કેસો કે જેના સરકાર દ્વારા પેકેજ કોડ આપવામાં આવેલા હતા તે મશીન દ્વારા સારવાર આપી શકાય નહીં, જેને લઈને હોસ્પિટલ દ્વારા પેનલ્ટીની રકમ કરવામાં આવી ન હોય માટે તારીખ 29-07ના રોજ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.એચ.સી.જી હોસ્પિટલ ઉપર આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જો સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે તો અન્ય પણ મોટા કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ રહેલી છે.


