Explore

Search

June 11, 2026

Contact us -7820092500

IAS Coaching

પંચમહાલ એસ.ઓ.જી. પોલીસની કામગીરી : એલોપેથીની સારવાર આપતો બોગસ ડોક્ટર ઝડપાયો

આજકાલ રાજ્યમાં નકલી દોક્ટરોની બોલબાલા વધી રહી છે. આ દરમિયાન પંચમહાલ જિલ્લાના શહેરાના વાઘજીપુર ગામેથી એલોપેથીની સારવાર આપતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે મેડિકલ ઓફિસરની ટીમ સાથે વાઘજીપુરમાં આવેલી રાજ ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, અલીઅજગર જેનુદ્દીન કાલીયાકુવાવાલા ડિપ્લોમા ઇન હોમિયોપેથી મેડિકલ સાયન્સ (DHMS)ની ડિગ્રી પર એલોપેથીની દર્દીઓને દવા આપતો હતો.

આ મામલે પોલીસે અલીઅજગરની અટકાયત આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, શહેરાના વાઘજીપુર ગામમાં ચાર રસ્તા નજીક છેલ્લા ઘણાં સમયથી હોમિયોપેથી ડિગ્રી પર અલીઅજગર કાલીયાકુવાવાલા રાજ ક્લિનિક ચલાવતો હતો. તેની પાસે હોમિયોપેથી ડિગ્રી હોવા છતાં એલોપેથી સારવારની દાવા કરતા દર્દીઓને દવાઓ આપી રહ્યો હતો. આ મામલે એસ.ઓ.જી. પોલીસે દરોડા પાડતા ક્લિનિકમાંથી એલોપેથી દવાઓની પ્રિસ્ક્રિપ્શન અને 1,31,079 રૂપિયા એલોપેથી દવાઓ મળી આવી હતી. આ આરોપી અલીઅજગરની અટકાયત આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement
error: Content is protected !!