Explore

Search

May 12, 2026

Contact us -7820092500

IAS Coaching

મંજૂરી વગર ચાલી રહેલા 3 બોક્સ ક્રિકેટ સીલ કરાયા

સુરતના રાંદેર ઝોનમાં મંજૂરી વગર ચાલી રહેલા 3 બોક્સ ક્રિકેટ સીલ કરાયા છે, પાલિકાએ નોટિસ ફટકારી હોવા છતાંય સંચાલકોએ બોકસ ક્રિકેટ ચાલુ રખાતા કાર્યવાહી કરાઇ છે, ત્રણે બોક્સ ક્રિકેટ દ્વારા પાલિકાની કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી અને શેડનું બાંધકામ પણ કરવામાં આવ્યું હતું, જે અંગે પાલિકા દ્વારા અનેકવાર નોટિસ પણ આપવામાં આવી હતી. કોઈ પુરાવો રજૂ ના કરતા અંતે પાલિકાએ બોક્સ ક્રિકેટ સીલ કરી નોટિસ આપી છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોની સાથે મંજૂરી વગર ચાલતા બોક્સ ક્રિકેટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાંદેર ઝોન દ્વારા બુધવારે ત્રણ બોક્સ ક્રિકેટ સીલ કરાયા હતા. પાલિકાનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ થોડા દિવસો પહેલાં કતારગામ ઝોનમાં પરવાનગી વગર ચાલતા ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને કેટલાકને સીલ કરાયા હતા. ત્યારબાદ હાલ રાંદેર ઝોનમાં પણ પરવાનગી વગર ચાલતા ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.અડાજણ ખાતે ઉબુન્ટુ ક્રિકેટ એકેડેમી, રાંદેર ખાતે દિસ્સોતો ટર્ફ બોક્સ તેમજ આર.આઈ.જી. ક્રિકેટ બોક્સને સીલ કરાયા હતા. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ આ તમામ દ્વારા પાલિકાની કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહોતી અને શેડ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જે અંગે પાલિકા દ્વારા અનેકવાર નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ પાલિકાએ નોટિસ ફટકારી હોવા છતાંય ચાલુ રખાતા કાર્યવાહી કરાઈ છે, તેઓએ વપરાશ બંધ નહીં કરતા પાલિકાન બુધવારે તમામને સીલ કર્યા હતા.

Advertisement
error: Content is protected !!