Explore

Search

October 2, 2026

Contact us -7820092500

IAS Coaching

રામોલમાં તિજોરી રિપેરિંગ કરવા આવેલા બે શખ્સ ચોરી કરી ફરાર

અમદાવાદનાં રામોલમાં તિજોરી રિપેરિંગ કરવા આવેલા બે શખ્સોએ મહિલાની નજર સામે તિજોરીમાંથી રોકડા ૨,૦૦૦ સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ ૬૫ હજારની મતાની ચોરી કરી હતી.

મળતી માહિતી મુજબ, લાકડાની તિજોરી રિંપેર કરવા બોલાવ્યા હતા અને બાજુમાં મુકેલી લોખંડની તિજોરીમાંથી ચોરી કરીને નાસી ગયા હતા. બનાવ અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી. રામોલ વિસ્તારમાં રહેતી મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે  ફરિયાદ નોંધાવી છે કે, તેમની લોકડાની તિજોરીનું લોક બગડેલું હતું. બીજીતરફ તારીખ ૧૦ના રોજ સાંજના સમયે તાળાની ચાવી બનાવવા આવનારની બુમો સાંભળીને તેઓને ઘરે બોલાવ્યા હતા.

Advertisement
error: Content is protected !!