Explore

Search

October 2, 2026

Contact us -7820092500

IAS Coaching

માંડવીનાં ઝાબ ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

માંડવી તાલુકાનાં ઝાબ ગામે કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને ખાસ કરીને સાંઈ સ્ટોન ક્વોરીના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી આ દીપડો ઝાબ ગામ ખાતે આવેલી સાંઈ સ્ટોન ક્વોરીમાં આવીને કૂતરાં તથા અન્ય પ્રાણીઓનો શિકાર કરતો હતો.

જેના કારણે ભયનો માહોલ હતો. સાંઈ સ્ટોન ક્વોરીના માલિક રજનીકાંતભાઈ પટેલ દ્વારા વન વિભાગના આર.એફ.ઓ. વાંદાને આ અંગે જાણ કરવામાં આવતા, તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી મારણ સાથે પાંજરું ગોઠવી દીધું હતું. આ પ્રયાસના ફળ સ્વરૂપે આજે વહેલી સવારે આ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!