Explore

Search

May 11, 2026

Contact us -7820092500

IAS Coaching

દરિયામાં ભારે પવન અને કરંટ હોવાથી ગોમતી ઘાટ અને ગાયત્રી મંદિર પાસે સિક્યુરીટી તૈનાત

રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દ્વારકાનાં દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે. દરિયા કિનારે 10થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દ્વારકાનાં દરિયા કિનારે ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે.

દ્વારકામાં ગોમતી ઘાટ પાસે દરિયામાં 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. સહેલાણીઓ દ્વારા ઘાટ પર જોખમી રીતે સેલ્ફિ લઈ રહ્યાં છે.

દ્વારકામાં આવેલ લાઇટ હાઉસ ગાયત્રી મંદીર તથા ગોમતી ઘાટ પર દસથી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગોમતીઘાટ પાસે ઉછળતા મોજા વચ્ચે સહેલાણીઓનો જમાવડો થયો છે. સહેલાણીઓ ઉછળતા મોજા સાથે સેલ્ફી તેમજ રિલ્સ બનાવી આનંદ માણી રહ્યા છે. દરિયામાં ભારે પવન અને કરંટ હોવાથી ગોમતી ઘાટ અને ગાયત્રી મંદિર પાસે સિક્યુરીટી તૈનાત કરી દેવાઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે સિક્યુરીટીના જવાનો તૈનાત કરી દેવાયા છે. તાજેતરમાં જ ગોમતીઘાટ પાસે કેટલાક પ્રવાસીઓની ડૂબવાની ઘટના બની હતી. જેમાં એક મહિલાનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી સાવચેતીના ભાગરૂપે ગોમતી ઘાટ પર સિક્યુરીટી વધારી દેવાઈ છે.

Advertisement
error: Content is protected !!