Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Bhuj : નાગોર રેલવે બ્રિજ નજીક પાણીનાં ખાડા ડુબવાથી બે’નાં મોત

રાજ્યમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓમાં બની રહી છે. આ દરમિયાન ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડા ડુબવાથી બે’ના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે.

મળતી માહિતી અનુસાર, મૃતકમાં 16 વર્ષીય કિશોરી અને 18 વર્ષીય યુવતી છે. હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે અને આ મામલો પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સાબરકાંઠામાં નાહવા ગયેલા બે યુવકો તણાયા હોવાની ઘટના બની છે. જેમાં એક યુવક સપ્તેશ્વર નદીમાં તણાયો છે, જ્યારે વિજયનગરમાં ધોધ પર સેલ્ફી લેવા જતાં યુવક ડૂબ્યો હતો. ઈડર તાલુકાના આવેલ સપ્તેશ્વર પાસેની સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા નિલેશ દેવજીભાઈ પરમાર નામના યુવાનનો પગ લપસતા જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement
error: Content is protected !!