Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ગાડીમાંથી ૨.૬૫ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો, ચાલક ફરાર

નડિયાદનાં વીણા ગામના ભરતપુરા પાટિયા પાસે દારૂની હેરાફેરી કરતી ગાડીને નડિયાદ રૂરલ પોલીસે ઝડપી હતી. ગાડીમાંથી રૂ.૨.૬૫ લાખનાં બિયરનાં ૧,૨૦૪ ટીન સહિત રૂ.૧૨.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ગાડીનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નડિયાદ રૂલર પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાજસ્થાનનાં ઉદેપુરના રૂપસિંહ સોલંકીએ ગાડીમાં વિદેશી દારૂ વડોદરામાં રહેતા લાલુ સિંધીને મોકલવા ગાડી રવાના કરી છે. ગાડીનો ચાલક નડિયાદ થઈ વડોદરા તરફ જવાનો હતો. જેથી નડિયાદ રૂલર પોલીસે બિલોદરા ચોકડી તેમજ વીણા રોડ ઉપર વોચ ગોઠવી હતી.

ત્યારે મહુધા તરફથી આવેલી ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે યુ ટર્ન મારી મહુધા તરફ ભરતપૂરા પાટિયા સામે ખેતરમાં ઉતારી ગાડી મૂકી નાસી ગયો હતો. પોલીસે ગાડીની તલાસી લેતા ગાડીમાંથી વિદેશી દારૂ બિયર ટીન ૧,૨૦૪ જેની કિંમત રૂ. ૨,૬૪,૮૮૦/-નો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ તેમજ ગાડી રૂ.૧૦ લાખની મળી રૂ.૧૨,૬૪,૮૮૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે નડિયાદ પોલીસે ગાડીના ચાલક, ગાડીના માલિક, દારૂ મોકલનાર રૂપસિંહ સોલંકી (રહે.ઉદેપુર, રાજસ્થાન) તેમજ દારૂ મંગાવનારા લાલુ સિંધી (રહે.વડોદરા) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!