Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

નરોડામાં અગમ્ય કારણસર ફેકટરીમાં કામ કરતા સાથી કર્મચારીને મારમાર્યો

અમદાવાદનાં નરોડામાં કોઇક અગમ્ય કારણસર ફેકટરીમાં કામ કરતા સાથી કર્મચારીઓએ યુવકને પેટ, મોંઢે, માથામાં ઢોર મારમારતાં બેભાન થઇ ગયો હતો. જેથી પુરાવાનો નાશ કરવા કરવા પાણીનાં નાળામાં ફેકીને હત્યા કરી હતી. નરોડા પોલીસે પ્રથમ અક્માતે મોત નોંધી ઉંડાણ પૂર્વક તપાસ કરતાં હત્યાનો ભાંડો ફૂટતા હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં રહેતા અને ખેતી કામ કરતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા જીઆઇડીસી ખાતે મહેતા ઉદ્યોગ પ્લોટ ખાતે રહેતા બે સહકર્મી સામે ફરિયાદ નોંધાવી છે કે, તેમના નાના-ભાઇ નરોડા જીઆઇડીસીમાં નોકરી કરતા હતા તારીખ ૨૫ નારોજ રાતે ફેકટરી નજીક ત્રણ રસ્તા પાસે ઓટા મારવા નીકળ્યા હતા.

આ સમયે ઉપરોક્ત શખ્સોએ કોઇક કારણસર તેમના ભાઇ સાથે તકરાર કરીને મારા મારી કરીને માથા તથા મોંઢે અને પેટમાં ઢોર માર મારતાં તે બેભાન થઇને નીચે પડી ગયો હતો. બાદમાં આરોપીઓએ ઉંચા કરીને નજીકમાં પાણીના નાંળામાં ફેકતાં તે મરણ પામ્યો હતો. નરોડા પોલીસે પ્રથમ અક્માતે મોત નોંધી ઉંડાણ પૂર્વક તપાસ કરતાં હત્યાનો ભાંડો ફૂટતા હત્યાનો ગુનો નોંધીને પોલીસે સીસીટીવી આધારે તપાસ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!