Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

દ્વારકાનાં દરિયામાં જોરદાર કરંટથી ઊંચા મોજાં ઉછળ્યા, આ અસર ગોમતી નદી સુધી પહોંચી

સામાન્ય રીતે ભર ચોમાસામાં ગુજરાતના દરિયાકિનારે દરિયાઈ કરંટ અને ઊંચા મોજાં જોવા મળે છે. પરંતુ આ વખતે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે, ચોમાસાની શરૂઆતથી જ દ્વારકાના દરિયાકિનારે અસામાન્ય દૃશ્યો જોવા મળ્યા. દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો, જેના કારણે ઊંચા મોજાં ઉછળ્યા હતા. આટલું જ નહીં, આ અસર ગોમતી નદી સુધી પણ પહોંચી હતી. ગોમતી તટ પાસે પણ ઊંચા ઊંચા મોજાં ઉછળ્યા હતા જે એક અસામાન્ય ઘટના છે. આ દૃશ્ય એટલું આકર્ષક હતું કે, ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો થઈ ગયો હતો. લોકો આ કુદરતી નજારાને કેમેરામાં કેદ કરવા અને તેની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા.

જોકે નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન આ પરિસ્થિતિથી વાકેફ હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે, ગોમતી ઘાટ પર ફાયર જવાનો અને સિક્યુરિટી ગાર્ડ્સને તૈનાત કરવામાં આવ્યા હતા.

તેમણે ખાતરી કરી કે સહેલાણીઓ સલામત અંતર જાળવી રાખે અને કોઈ જોખમી પરિસ્થિતિ ઊભી ન થાય. દરિયામાં જોવા મળેલા આ દૃશ્યો એ લોકોને કુદરતની અણધારી શક્તિનો અહેસાસ કરાવ્યો હતો. કુદરતનો આ અનોખો નજારો દ્વારકાના સૌંદર્યમાં વધુ એક પાસું ઉમેરી ગયો, અને સ્થાનિકો તેમજ પર્યટકો માટે એક યાદગાર અનુભવ બની રહ્યો. પરંતુ સાથે સાથે તે ખતરાની નિશાની પણ છે, જેથી સહેલાણીઓએ આવી સ્થિતિમાં દરિયાની નજીક જવાનું ટાળવુ જોઈએ કેમ કે થોડા દિવસ પહેલા જ આ સ્થળ પર સહેલાણીઓના ડૂબી જવાની ત્રણ જેટલી ઘટના ઘટી હતી.

Advertisement
error: Content is protected !!