Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ભરૂચમાં દુકાનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

ભરૂચનાં નંદેલાવ માર્ગ પર આવેલ સુકુન રેસિડન્સી વિસ્તારમાં રાત્રે ચોર ટોળકી ત્રાટકી હતી. અજાણ્યા તસ્કરોએ રાત્રી દરમિયાન ચાર દુકાનોના શટરો તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ માત્ર મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં જ ચોરી કરવામાં સફળ રહ્યા.

તસ્કરોએ અંદાજિત રૂપિયા ૭૫,૦૦૦ જેટલી રોકડ રકમ અને આશરે ૧૫ ચાંદીના સિક્કા અને ડ્રાયફૂટની ચોરી કરી હતી. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ચોરીની ઘટના બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા. પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને આસપાસના CCTV ફૂટેજનાં આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Advertisement
error: Content is protected !!