Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : રાજ્યમાં આગામી સાત દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના

રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી મેઘરાજા ધડબટાડી બોલાવી રહ્યા છે. એવામાં હવામાન વિભાગે આવનારા સાત દિવસની હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મંગળવારે અને બુધવારે રાજ્યના દરેક જિલ્લામાં ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે. મંગળવારે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય આખું અઠવાડિયું ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

આજે : હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, પોરબંદર અને જૂનાઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાયના દરેક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

તારીખ 18 જૂન : IMD અનુસાર, બુધવારે ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહિસાગર, દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ, તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવગનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 15 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તારીખ 19 જૂન : હવામાન વિભાગે ગુરૂવારે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

તારીખ 20 જૂન : હવામાન વિભાગે શુક્રવારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યા છે. જેમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

તારીખ 22 જૂન : હવામાન વિભાગે શનિવારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય, 20 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંધરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તારીખ 23 જૂન : રવિવારે ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં બનાસકાંઠા, પાટણસ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 13 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

Advertisement
error: Content is protected !!