Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

ભારે વરસાદનાં કારણે આવતીકાલે ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે

ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને આવતીકાલે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડો.મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રી-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે.

આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, પોરબંદર અને જૂનાઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ સિવાયના દરેક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, બુધવારે પણ ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહિસાગર, દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ, તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવગનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 15 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!