ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે વ્યારાના બાળ સંરક્ષણ ગૃહની મુલાકાત લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બાળકો સાથે સંવેદનશીલતા વ્યક્ત કરતા તેમણે તેમના પુન:ર્વસન અને તેમને મુખ્ય ધરામાં લાવવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. આયોગના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજજરે જણાવ્યું હતું કે, આ ચિલ્ડ્રન હોમમાં ૨૨ બાળકોને ઘર જેવી સુવિધાઓ મળી રહી છે. બાળકોનું આરોગ્ય સારું રહે, તેમને શિક્ષણ સારું આપી શકીએ તે માટે સંબંધિત તમામ વિભાગોએ પોતાની રીતે શ્રેષ્ઠ કાર્ય કરવું જોઈએ. સેવાભાવી સંસ્થાઓએ પણ આ બાળકો સમાજની મુખ્ય ધારામાં આવે તેવી જવાબદારી નિભાવવી જોઈએ. 
ચિલ્ડ્રન હોમ બાદ સખી વનસ્ટોપ સેન્ટરની મુલાકાત પણ આયોગે અત્રે તાપી જિલ્લાની મુલાકાત દરમિયાન લીધી હતી. અહી નોંધાયેલા છેલ્લા ત્રણ વર્ષના કેસોની સંખ્યાની સમીક્ષા કરી હતી. મહિલાઓને બાળકોના ૨૦૨૪-૨૫માં ૩૧૬ કેસો કુલ નોંધાયા હતા. સમાજમાં જાગૃતિ આવે તે માટે આયોગે સૌને હાકલ કરી હતી.
આ કેસોમાંથી સૌથી વધુ કેસો ઘરેલુ હિંસાના જોવા મળ્યા હતા. જેમાં સમાધાન કરી અને સુખદ મેળાપ કરી આપનારા સખી વન સ્ટોપની કામગીરીને આયોગે બિરદાવી હતી. ચિલ્ડ્રન હોમના સંચાલકોએ છોકરીઓ માટે પણ આવી અલગ વ્યવસ્થા ઊભી થાય તેવી રજૂઆત કરી હતી. આયોગના સચિવએ જણાવ્યું હતું કે, બાળકોનું પુન:ર્વસન થાય તે માટે શિક્ષણ અંગે જાગૃતિ આવે અને બાળકોને આઈ.ટી.આઈ કે અન્ય ટેકનીકલ કોર્સ કરાવીને તેઓ પોતાની રીતે પગભર થાય તેવા પ્રયાસો કરવા સૌને સૂચન આપ્યું હતું. આયોગની મુલાકાત મેળાએ શિક્ષણ અધિકારીશ્રી, સમાજ સુરક્ષા અધિકારી અન્ય વિભાગોના અધિકારીઓ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

