Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest news tapi : ત્રણ જુદાજુદા સ્થળો પરથી ૧૧ જુગારીયાઓ ઝડપાયા

તાપી જિલ્લાનાં સોનગઢ નગર તથા ધમોડી અને આમલગુંડી ગામમાંથી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ૧૧ જુગારીઓને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોએ ધમોડી ગામનાં નિશાળ ફળિયામાં આવેલ લીમડાનાં ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમતા નવીન ચેમાભાઈ ગામીત, ધીરુ આવશીભાઈ ગામીત, રમેશ છગનભાઈ ગામીત, અજીત વિન્યાભાઈ ગામીત અને જીતેન્દ્ર દિનેશભાઈ ગામીત (તમામ રહે.ધમોડી ગામ, સોનગઢ)ઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. બીજા બનાવમાં આમલગુંડી ગામનાં દાદરી ફળિયામાં આવેલ વડનાં ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમતા સરસિંગ કિશનભાઈ કોંકણી (રહે.વડપાડા પ્ર.ઉમરદા ગામ,સોનગઢ), દેવલ્યા જાતરિયાભાઈ ભીલ, પ્રભુ રૂબજીભાઈ કાથુડ અને રમેશ નાગજીભાઈ ગામીત (ત્રણેય રહે.આમલગુંડી ગામ. સોનગઢ)નાંઓને ગંજીપાનાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રીજા બનાવમાં સોનગઢના નવા આર.ટી.ઓ. પાસે સાંઈ કૃપા ગેસ્ટ હાઉસ પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા રમાડતા નિલેસ ઉર્ફે ટાઈસન રમણભાઈ કોંકણી (રહે.હાથી ફળિયું, સોનગઢ) અને આયુબ બાબુભાઈ ગામીત (રહે.પાંખરી ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ)નાંઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો સહીત રૂપિયા ૬ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ૧૧ જુગારીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!