પહેલગામ હુમલાનો ભારતે વળતો જવાબ આપીને દેશ અને દુનિયાને ચોંકાવી દીધી છે. કારણ કે, ભારતીય સેનાએ બદલો લેવા માટે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને માર્યા છે ત્યારે હવે આતંકી હુમલા બાદ રેલવે, એરપોર્ટ બાદ ST વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે.
ST વિભાગ એલર્ટ મોડમાં : ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ST વિભાગ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. ગુજરાતના ST પર કોઈપણ જાનહાની ન થાય તે હેતુથી સુરક્ષા રાખવામાં આવી છે. ST વિભાગમાં પેસેન્જરના ચેકિંગ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.
અફવાથી દૂર રહેવા પેસેન્જરોને કરાઈ અપીલ : સાથે જ ST વિભાગે અફવાથી દૂર રહેવા પેસેન્જરોને અપીલ કરી છે. સ્પીકરમાં સાવચેત અને સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી છે. સ્પીકરમાં એનાઉન્સ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પેસેન્જરોને અફવાથી દુર રહેવા અને દેશવાસીઓ સુરક્ષીત છે તેવી માહિતી આપવામાં આવી છે. આતંકી હુમલા બાદ થયેલા તણાવના માહોલ વચ્ચે જાહેર સ્થળોને એલર્ટ કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ ભરી સ્થિતિ છે ત્યારે એરપોર્ટ, રેલવે સ્ટેશન, દરિયા કાંઠાના વિસ્તારો અને તમામ જગ્યાએ સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે એક તરફ ભારત પાકિસ્તાનની હરકતોનો બદલો લઈ રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાન પણ ડ્રોન છોડીને હુમલોઓ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આ તમામ સ્થિતિ વચ્ચે ભારતીય સેના ખૂબ જ એક્ટિવ મોડમાં છે અને પાકિસ્તાનની તમામ હરકતોને નિષ્ફળ બનાવી રહી છે.

