સુરત ઉગત કેનાલ રોડ પર મેટ્રોની કામગીરી વેળા ૧૦-૧૧ ફૂટ ઊંચાઈ પરથી ટ્રોલમાંથી નીચે પટકાતા યુવકનું મોત નીપજયું હતું.પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઓરિસ્સા ગંજામના વતની અને હાલ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં કાસ્ટિંગ યાર્ડમાં રહેતા ૩૩ વર્ષીષ ચંદન સુખદેબા નાયક ઉગત કેનાલ રોડ પર મેટ્રોની કામગીરીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
દરમિયાન ગત શુક્રવારે રાતે મેટ્રોની કામગીરીમાં ટ્રોલી પર ચડી ઉપર તરફ જઈ રહ્યો હતો. તે વેળા ૧૦-૧૧ ફુટ ઊંચાઈ પર પહોંચતા અચાનક ટ્રોલીમાં ક્ષતિ સર્જાતા નીચે પટકાયા હતા. અકસ્માતને પગલે આસપાસ કામ કરી રહેલા શ્રમિકો એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક ઈજાગરસ્ત હાલતમાં ચંદનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તેનું રવિવારે મોત થયું હતું. સમગ્ર મામલ રાંદેર પોલીસે અકસ્માત મોતની નોંધ લઈ વધુ તપાસ હાથ પરી હતી.


