સુરત શહેરના યોગીરાજ સોસાયટીની બાજુમાં આવેલા ખાનગી બેંકના એ.ટી.એમ.ની ઉપર બ્લ્યૂ રંગનો દરવાજો અને કાળા કાચવાળા મકાનમાં કૂટણખાનું ચાલી રહ્યાનો કોલ કોઇએ પોલીસ કંટ્રોલ રૂમમાં કર્યો હતો. કંટ્રોલના કોલને આધારે સરથાણા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એન.વી. ભરવાડે શનિવારે સાંજે પાંચ વાગ્યે રેઈડ કરી હતી.
અહીંથી ચાર લલનાઓ મળી આવી હતી. સંચાલક રોનિક રમણિક રાઠોડ (રહે. વરાછા, ખાડી મહોલ્લો) લલનાઓ સાથે શરીરસુખ માણવા આવતાં ગ્રાહકો પાસેથી ૧૦૦૦ રૂપિયા વસૂલતો હતો અને જેમાંથી પાંચસો રૂપિયા પોતાનું કમિશન લેતો હતો. સંચાલક ઉપરાંત શરીરસુખ માણવા આવેલા અલ્પેશ હિંમત પટેલ (રહે. અશ્વમેઘ સોસા., સરથાણા), મિતેશ ઝવેર ભાલાળા (રહે. રઘુનંદન કોલોની, માનગઢ ચોક) અને લાલજી હરજી ઠુમ્મર (રહે. શિવદર્શન સોસા., યોગીચોક)ની ધરપકડ કરી હતી.
