Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજકીય શોક જાહેર : તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો

રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ સોમવાર સવારે એટલે કે ઈસ્ટર મંડેના દિવસે નિધન થઈ ગયું છે, પોપ ફ્રાન્સિસના નિધન પર દુનિયાભરના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું.વડાપ્રધાન મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે,પોપ ભારતીયોને લઈને ખાસ સ્નેહ રાખતા હતા. આ વચ્ચે પોપના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.

ગૃહ મંત્રાલયે પોપ ફ્રાન્સિસના નિધન પર સન્માન તરીકે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે, 22 અને 23 એપ્રિલે બે દિવસીય રાજકીય શોક રહેશે. જે અન્વયે આજે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જાહેર શોક દર્શાવતા રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો હતો. રાજકીય શોક દરમિયાન સમગ્ર ભારતમાં તે તમામ ઈમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝૂકેલો રહેશે, જ્યાં નિયમિત રીતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે, અને કોઈ સત્તાવાર મનોરંજન નહીં થાય.વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસના નિધનની જાહેરાત સોમવારે સવારે જ કરવામાં આવી છે. દુનિયાના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના મોત પર ખુબ જ દુ:ખ થયું છે. દુઃખના આ સમયમાં હું વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું. પોપ ફ્રાન્સિસ હંમેશા પોતાની કરૂણા, નમ્રતા અને આધ્યાત્મિક સાહસ માટે સમગ્ર દુનિયામાં આદરને પાત્ર રહેશે.

Advertisement
error: Content is protected !!