Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

રિક્ષામાં સવાર ટોળકી વૃદ્ધાની સોનાની ચેઇન આંચકી નાસી છૂટ્યા

સુરત શહેરના નાનપુરા છપ્પન ચાલ સામે રહેતા ૭૫ વર્ષના ચંપાબેન જશવંતભાઈ ફલ્લાવાલા ઘરેથી પગપાળા ખરીદી કરવા નીકળ્યા હતા.તે દરમિયાન નાનપુરા એકતા સર્કલ પાસે બુરખો પહેરેલી યુવતી અને એક પુરુષે રિક્ષામાંથી ઉતરીને ચંપાબેનને કહ્યું કે તમારી સોનાની ચેઇન લેવા બે માણસો પાછળ પડ્યા છે, તમે રિક્ષામાં બેસી જાઓ. ગભરાટના માર્યા ચંપાબેન તેમની રિક્ષામાં બેસી ગયા હતા.

થોડા જ સમયમાં ચંપાબેનની નજર ચૂકવી બાજુમાં બેસેલી મહિલાએ પર્સ સેરવી લીધું હતું.ઝીંગા સર્કલ પાસે રિક્ષા ઊભી રાખી ચંપાબેનને રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા.તેમણે પર્સ ચકાસતાં તેમાંથી રૂ.૮૫ હજારની સોનાની ચેઇન ગાયબ જણાતા ચંપાબેન ફલ્લાવાલાએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.

Advertisement
error: Content is protected !!