Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

પાર્કિંગમાં મૂકેલી કારના કાચ તોડી દાગીના ભરેલો થેલો ચોરી

સુરત શહેરના સરથાણા સમ્રાટ રો-હાઉસમાં રહેતા કલ્પીત પ્રવીણભાઈ ભાદાણી (મૂળ રહે.શેખ પીપરીયા, જિ.અમરેલી) કોમ્પ્યૂટર સોફ્ટવેરનો વ્યવસાય કરે છે. ૩૧ જાન્યુઆરીએ સાંજે તેઓ પરિવાર સાથે મોટા વરાછા રિંગરોડ ઉપરના શિવધારા ફાર્મમાં લગ્નપ્રસંગમાં કાર લઈને ગયા હતા.

તેમણે કિંમતી દાગીના ભરેલ થેલો કારની સીટ પર જ મુકી રાખ્યો હતો.લગ્નપ્રસંગ બાદ ધ્યાનમાં આવ્યું કે, પાર્કિંગમાં કારના કાચ તોડીને સીટ ઉપર મૂકેલ સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી ભરેલો થેલો કિંમત રૂ. ૮૮,૦૦૦ની ચોરી થયો છે. અહીંના સીસીટીવી ફૂટેજ ચકાસતાં મોપેડ પર આવેલા બે અજાણ્યાઓ દાગીના ભરેલો થેલો ચોરી કરીને નીકળતા નજરે પડ્યા હતા.બનાવ અંગે કલ્પિત ભાદાણીએ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
error: Content is protected !!