Explore

Search

June 10, 2026

Contact us -7820092500

IAS Coaching

મહાકુંભ જઈ રહ્યા છો ?? આટલી તકેદારી અચૂક રાખો

પવિત્ર નગરી પ્રયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે કરોડો ભક્તો કુંભમાં સામેલ થઈ રહ્યા છે. કરોડો લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. મૌની અમાવાસ્યાના દિવસે નાસભાગને કારણે મોટી જાનહાનિ થઈ હતી. નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકોની ઈજા પહોંચી હતી. હજુ પણ રસ્તામાં લાખો લોકો આગળ વધવાની રાહ જોઈ રહ્યા છે. પ્રયાગરાજના ધોરીમાર્ગો પર હજારોની સંખ્યામાં વાહનો લાઈન લગાવી છે. જોકે, આગામી દિવસોમાં વસંત પંચમી પછી મહાશિવરાત્રી સુધી કરોડોની સંખ્યામાં લોકો કુંભ જશે અને જો તમે પણ જવાનું વિચારતા હો તો જરુરી તકેદારી રાખવાનું તમારા માટે ફાયદાકારક રહી શકે છે. ખાસ કરીને આટલી પાંચ મહત્ત્વની વાત પર ધ્યાન રાખવું.

આટલી તકેદારી અચૂક રાખો : જો કુંભમાં સ્નાન માટે ગયા હોય તો સૌ પ્રથમ તો પરિવારના સભ્યોએ એકસાથે રહેવું. કોઈનો હાથ છોડવો નહીં, કારણ કે એકવાર મહાકુંભની ભીડમાં ખોવાયા પાછા ફરવાનું મુશ્કેલ રહે છે. તમારા પરિવારના સભ્યો હોય તો પણ દરેક પાસે પોતાનું આધાર કાર્ડ સહિત અન્ય જરુરી ડોક્યુમેન્ટની કોપી રાખવી.

– કુંભમાં કિંમતી સામાન લઈ જવાનું ટાળવું. બને તેટલો ઓછો સામાન લઈ જવો. કુંભમાં સ્નાન લેતા પહેલા તમારો તમામ સામાન સુરક્ષિત જગ્યાએ મુકો. ખાસ કરીને સોના-ચાંદીના દાગીના કે કિંમતી વસ્તુઓ સાથે રાખવાનું મુશ્કેલી નોંતરી શકે છે. આ બધું ઘરે જ રાખો.

– કુંભમાં દરેક વ્યક્તિ સારુ હોય તેવું જરુરી નથી. કુંભમાં તમને અનેક એવા લોકોનો ભેટો થશે જે તમને છેતરવા માટે મોકો શોધતા હશે. આવા લોકો તમને અંધવિશ્વાસમાં ફસાવવાનો પ્રયાસ કરશે. અને તમારી પાસેથી પૈસા પડાવી લેશે. કોઈના પર આંધળો વિશ્વાસ કરવો નહીં.

– કુંભમાં વધુ રોકડ સાથે રાખવી નહીં, કારણ કે ભીડવાળી જગ્યાએ ચોરીનો ભય રહે છે. આવી જગ્યાએ વધુ પડતી રોકડ કે મોંઘા ફોન અથવા દાગીના સાથે ન રાખવા.

– જો તમારી સાથે વડીલો કુંભમાં સામેલ થવાના હોય તો જરુરી દવાઓ સાથે રાખવી. જો ડાયાબિટિસ કે બીપીના દર્દી હોય તો ડોક્ટરને પૂછીને દવા સાથે લેવી. આ સિવાય મેળામાં પહોંચી હેલ્પ ડેસ્ક અને દવા કાઉન્ટરની મુલાકાત લો.

Advertisement
error: Content is protected !!