Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest news : સુમુલ ડેરી જેવા જ આબેહુબ પેકિંગ ધરાવતા નકલી ઘી,નો જથ્થો ઝડપાયો

સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે. પોલીસે કઠોર ગામે આવેલી માન સરોવર રેસીડેન્સીમાં દરોડો પાડીને ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવા જ આબેહુબ પેકિંગ ધરાવતું નકલી ઘી ઝડપી પાડ્યું હતું. પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં પોલીસે 4 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલી માન સરોવર બિલ્ડિંગમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી પોલીસે પ્રવીણ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના રહેણાક મકાનમાંથી ડુપ્લીકેટ સુમુલ ઘીના એક લીટરવાળા કુલ 108 ડબ્બા તથા પતરાના ખાલી ટીનના 38 ડબ્બા, ટીનનું સીલ મારવાનું મશીન, 15 લીટરવાળા પતરાના ખાલી ડબ્બા, 20 લીટરવાળું એલ્યુમિનિયમનું તપેલું, એક સગડી તથા એક ગેસની બોટલ અને ઘી પેક કરવાના બોક્સ વગેરે મળી કુલ 1 લાખ 540 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ ઘટનામાં પોલીસે ડુપ્લીકેટ સુમુલ ઘી બનાવવા તેમજ પેકિંગ માટેનું મટીરીયલ મોકલનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નીલેશ મગનભાઈ સાવલિયા, પરેશ મગનભાઇ સાવલિયા અને ડુપ્લીકેટ સુમુલ ઘી ખરીદનાર વિશાલ સતીષકુમાર શાહને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં છેલ્લા 15 દિવસથી તે આ કામગીરી કરતો હોવાનું હાલ જણાઇ આવ્યું છે. આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement
error: Content is protected !!