Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

વ્યારાની શિવ રાઈસ મિલના સંચાલકોની લાલિયાવાડી : દુર્ગંધ મારતું ગટરોનું ગંદુપાણી જાહેરમાં ઠાલવ્યું

વ્યારાનાં વીરપુર ગામના વિસ્તારમાં આવેલ શિવ રાઈસ મીલનાં સંચાલકોની લાલિયાવાડી સામે આવી છે, આ રાઈસમિલ માંથી નીકળતું ગંદુ-ગોબરું દુષિત પાણી હાઇવેની બિલકુલ બાજુમાં ખુલ્લામાં ઠાલવી રહ્યા છે,જોકે આ રાઈસ મિલમાં પહેલાથી ડ્રેનેજ લાઈનની વ્યવસ્થા નહોય આ મિલને મંજુરી કઈ રીતે મળી ? તે એક તપાસનો વિષય બન્યો છે.

વ્યારા શિવ રાઈસ મિલ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સ્વચ્છ ભારત અભિયાનનાં આ મિલના સંચાલકો દ્વારા રીતસરનાં ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે,કોઇપણ ઉદ્યોગ શરુ કરતા પહેલા ગ્રામ પંચાયતથી લઈને જીપીસીબી,જિલ્લા કક્ષાનાં અધિકારીઓની પર્વ મંજુરી મેળવી લેવાની થતી હોય છે,જેમાં જમીન એનએ અને બાંધકામનો હેતુ તેમજ ડ્રેનેજ લાઈન,પ્લાન નકશા સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ નિયમોને આધીન મંજુરી આપવાની થાય છે,જોકે અધિકારીઓ મંજુરી આપ્યા બાદ સ્થળ તપાસ સુધ્ધા કરતા નથી.વ્યારાનાં વીરપુર ગામમાં ચીખલી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં બ્લોક નંબર ૧૯૩-૦૦૨માં આવેલ શિવ રાઈસ મિલના સંચાલકો દ્વારા આ રાઈસ મિલ માંથી નીકળી ગંદુ- ગોબરું,દુર્ગંધ મારતું ગંદુપાણી મિલની બહાર નેશનલ હાઇવેની બિલકુલ બાજુમાં ઠાલવવામાં આવી રહ્યું છે, માથું ફાડી નાખે તેવું આ દુર્ગંધ મારતું ગંદુપાણીના નિકાલ માટે આ મિલમાં પહેલાથી જ કોઈ વ્યવસ્થા નહોય તંત્ર દ્વારા મંજુરી કઈ રીતે આપી દેવામાં આવી તે એક ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે બાબતને ગંભીરતા લઈને જિલ્લા સમાહર્તા તપાસના આદેશ આપે તે જરૂરી બન્યું છે.

Advertisement
error: Content is protected !!