Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂર્ણ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂરું થઈ ગયું છે. અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ બુલેટ ટ્રેનની લંબાઈ 508 કિલોમીટર છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે કહ્યું કે,ગુજરાતના નવસારી જિલ્લામાં ખરેરા નદી પર 120 મીટર લાંબા પુલનું કામ હાલમાં જ પૂરું થયું છે.તેની સાથે જ 12 પુલનું નિર્માણ કાર પૂર્ણ થયું છે.બુલેટ ટ્રેન યોજનામાં ગુજરાતનો 352 કિલોમીટર અને મહારાષ્ટ્રનો 156 કિલોમીટર સામેલ છે. જેમાં મુંબઈ-થાણે, વિરાર,બોઇસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા,આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી જેવા કુલ 12 સ્ટેશન સામેલ છે. ખરેરા નદીનો પુલ 120 મીટર લંબાઇ ધરાવે છે, જેમાં પ્રત્યેક 40 મીટરના ત્રણ ફુલ-સ્પાન ગર્ડર્સ દ્વારા સપોર્ટેડ છે. આ પુલ વાપી અને બીલીમોરા સ્ટેશનો વચ્ચે આવેલો છે, વાપીથી લગભગ 45 કિલોમીટર અને બીલીમોરાથી 6 કિલોમીટર દૂર છે અને કોરિડોરમાંથી વહેતી નદીઓ પરના નવા ક્રોસિંગ પૈકીનું એક છે.વાપી-સુરત સાથેના નવ પૂર્ણ થયેલા પુલ ખરેરા, કોલક, પાર, ઔરંગા, પૂર્ણા, મીંઢોળા, અંબિકા, કાવેરી અને વેંગણિયા નદીઓ પર ફેલાયેલા છે. આ પુલ વલસાડ અને નવસારી સહિતના અનેક જિલ્લાઓને આવરી લે છે. તેમજ, આ સેગમેન્ટની બહાર અન્ય ત્રણ નદી વડોદરા જિલ્લામાં ઢાઢર નદી, ખેડા જિલ્લામાં મોહર નદી અને ખેડા જિલ્લામાં વાત્રક નદી પરના પુલ પૂર્ણ થયા છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના 508-કિલોમીટર કોરિડોર ઉદ્દેશ્ય દેશના બે સૌથી મોટા આર્થિક હબને 320 કિમી/ની ટોચની ઝડપ સાથે જોડીને ભારતમાં હાઈ-સ્પીડ રેલ મુસાફરીમાં પરિવર્તન લાવવાનો છે. કોરિડોર પૂરો થયા પછી, મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર લગભગ બે કલાકનું થઈ જશે, હાલ આ અંતર કાપતાં છ થી સાત કલાક જેટલો સમય લાગે છે.

Advertisement
error: Content is protected !!