Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

ખુલ્લેઆમ દારૂની પીનારા ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ સામે ગુનો નોંધાયો

અમદાવાદમાં શાહીબાગ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરમાં દશેરા નિમિત્તે પોલીસનો શસ્ત્રપૂજન કાર્યક્રમ દરમિયાન રોડ ઉપર પોલીસનો દારૂ પીવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ હેડ ક્વાર્ટરની સામે જ ફૂટપાથ ઉપર ખુલ્લેઆમ દારૂની પીનારા ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ સામે ગુનો નોંધાયો છે.

હેર કટિંગ સલૂન ચલાવતા શખ્સની ધરપકડ : અમદાવાદ શહેર પોલીસ હેડ કવાર્ટરમાં શનિવારે સવારે નવ વાગ્યાના અરસામાં સિવિલ ડ્રેસમાં રહેલા પાંચ પોલીસ કર્મચારીઓ ફૂટપાથ ઉપર બાઈક પાર્ક કરીને ઊભા હતાં અને વચ્ચે દારૂ પીતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનામાં તપાસ બાદ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી એક પોલીસ કર્મચારી અને જે ફૂટપાથ ઉપર આ ઘટના થઇ તે હેર કટિંગ સલૂન ચલાવતા શખ્સની ધરપકડ કરાઈ છે.

ત્રણ પોલીસ કર્મચારીની શોધખોળ ચાલુ : કથિત રીતે દારૂ પીનારા ચાર પોલીસ કર્મચારી એ.એસ.આઈ. વિનોદ ડામોર, કોન્સ્ટેબલ અમિતસિંહ ગોલ, હેડ કોન્સ્ટેબલ જુજારભાઈ પગી અને કોન્સ્ટેબલ રાજુ બારિયાનો સમાવેશ થાય છે. પાંચમા આરોપી તરીકે ઘટના સ્થળે હેરકટિંગ સલૂન ચલાવતા સંજય નાઈ દર્શાવાયાં છે. પાંચ આરોપી પૈકી એ.એસ.આઈ. વિનોદ ડામોર અને હેરક ટિંગ સલૂન ચલાવતાં સંજયની ધરપકડ કરાઈ છે. ત્રણ પોલીસ કર્મચારીની શોધખોળ ચાલી રહી છે.

Advertisement
error: Content is protected !!