Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત શહેરમાં “FCN ટ્રેનિંગ એકેડમી”ના નામ હેઠળ થયેલી રોકાણ અંગેની છેતરપિંડીનો ભોગ બનેલાઓએ ઇકો સેલ પોલીસ કમિશનર કચેરી,અઠવાલાઇન્સ, સુરત ખાતે સંપર્ક કરવો

ઇકો સેલના પો.સ.ઇ.શ્રી વાય.જી.ગિરનાર દ્વારા કરાયેલી તપાસને આધારે આરોપી વિજય પીઠાભાઈ કાનપરીયાએ ” FCN ટ્રેનિંગ એકેડમી” કંપની ખોલી તેમાં “પાવરવન” નામની સ્કીમ હેઠળ રોકાણકારોને રોકાણ ઉપર બે ટકા વળતરનો વાયદો આપી “FCN ટ્રેનિંગ એકેડમી”ના નામથી આઇ.ડી.બી.આઇ. બેન્કના બ્લેકેડ ચેક(સિક્યુરિટી તરીકે) આપી તેમજ રોકાણકારોને રોકાણ અંગે લખાણ આપી વિશ્વાસમાં લીધા હતા.

રોકાણકારોને એક વર્ષનો લોક ઇન પિરિયડ જણાવી “પાવરવન” તથા એસ.આઇ.પી.ની સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું. તેમણે આ રકમ મોટી સાઇટો, ફોરેક્સ ટ્રેડિંગ તથા કોમોડીટી માર્કેટમા રોકાણ કરતા હોવાનું જણાવી વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ સુધીના ગાળામાં કુલ રૂ.૩૭,૬૪,૭૬૦નું રોકાણ કરાવ્યું હતું. જેનું આજદિન સુધીમાં રૂ.૧૮,૯૭,૧૫૦/ જેટલું વળતર ચુકવી તે પછી કોઇ વળતર કે મૂડી પરત કરી નથી. તેમજ અન્ય રોકાણકારોના કુલ રૂ.૭,૭૩,૨૫,૦૦૦ મળી કુલ રૂ.૮,૧૦,૮૯,૭૬૦નું રોકાણ કરાવી લઇ લોકોની મૂડી કે વળતર પરત નહીં કરી લોકો સાથે છેતરપિંડી કરી છે. જેથી આ કંપનીઓમાં રોકાણ કરી ભોગ બનનાર વ્યક્તિઓએ પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગેની માહિતી સાથે નિવેદન લખાવવા માટે ઇકો સેલ પોલીસ કમિશનર કચેરી, અઠવાલાઇન્સ, સુરત ખાતે સંપર્ક કરવા પો.સ.ઇ.શ્રી વાય.જી.ગીરનાર(મો.નં. ૯૯૨૪૨-૦૯૯૪૯),આર્થિક ગુના નિવારણ શાખા, ક્રાઇમ બ્રાન્ચ, સુરત શહેરની યાદીમાં જણાવાયું છે.

Advertisement
error: Content is protected !!