Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત : સ્માર્ટ મીટર કાઢી લઈને જૂના મીટરો ફરી સ્થાપિત કરો

ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ વધતો જઈ રહ્યો છે.વડોદરા,અમદાવાદથી લઈને સુરત સુધી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગરમીમાં લગભગ બમણાથી પણ વધુ બિલ તથા જૂના બિલોની તુલનાએ સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાના દાવા સાથે લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે જેના કારણે લોકો સ્માર્ટ મીટર કાઢી લઈને જૂના મીટરો ફરી સ્થાપિત કરી દેવા માગ કરી રહ્યા છે.

તાજેતરનો મામલો સુરતનો છે. અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં પૂણા ગામના લોકોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો. સ્થાનિકો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના કાર્યાલયે ધસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. દેખાવકારોએ સ્માર્ટ મીટર ન લગાવવા વાંધા અરજીઓ દાખલ કરી હતી. આ અરજી તેમણે ડીજીવીસીએલના એમડીને સોંપી હતી.માહિતી અનુસાર કોંગ્રેસ અને આપના કાર્યકરોના નેતૃત્વમાં આયોજિત દેખાવોમાં 5000થી વધુ લોકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના એમડીને અરજી સોંપી હતી અને સ્માર્ટ મીટર ન લગાવવા માગ કરી હતી. કોંગ્રેસના આગેવાનોની સાથે સોસાયટીના પ્રમુખો પણ આ દેખાવોમાં સામેલ થયા હતા.

Advertisement
error: Content is protected !!