Explore

Search

October 8, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજનાં ઘલા ગામેથી ટ્રકમાં પશુઓની હેરાફેરી કરતાં ચાલક અને ક્લીનરની ધરપકડ

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ઘલા ગામની સીમમાંથી પસાર થતો હાઇવે પરથી ઘાસચારા કે પીવાના પાણીની વ્યવસ્થા વિના ટ્રકમાં ૧૩ ભેંસો ભરી લઈ જતાં ચાલક અને ક્લીનરની ધરપકડ કરી કુલ રૂપિયા ૮.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે જરૂરી કાર્યાવહી હાથ હતી. મળતી માહિતી મુજબ, કામરેજના ઘલા ગામની સીમમાં ભારતમાલા રોડ દિલ્હીથી મુંબઈ જતા એક્સપ્રેસ હાઈવે નંબર ૪ પર ગૌરક્ષકોએ પશુઓ ભરેલી એક શંકાસ્પદ ટાટા ટ્રક રોકી કામરેજ પોલીસને જાણ કરી હતી.

પોલીસે બનાવના સ્થળે દોડી જઈ ટ્રકમાં તપાસ કરતા ઘાસચારા કે પીવાના પાણીની વ્યવસ્થા વિના ૧૩ ભેંસોને દોરડા વડે અત્યંત ખીચોખીચ હાલતમાં ક્રુરતાપૂર્વક બાંધીને કતલ માટે લઈ જવાતી હોવાનું જણાયું હતું. તેમજ ટ્રક ચાલક પાસે પશુઓની હેરાફેરી માટે કોઈ સક્ષમ અધિકારીની પરમિટ કે પ્રમાણપત્ર પણ નહોતું. આમ, પોલીસે ચાલક અને ક્લીનરની પૂછપરછ કરતા આ ભેંસો સુરતના આંજણા સગરામપુરા, પૂતળી વિસ્તારમાં આવેલા બાબા નગરમાં રહેતા નબીર હસુલ મુસ્તાફ શેખે ભરી આપી અને જેને મહારાષ્ટ્રનાં ધુલીયા બજાર ખાતે પહોંચાડવાનું સોંપાયું હતું.

બનાવ અંગે પોલીસે ૧.૩૦ લાખની કિંમતના ૧૩ ભેંસો, ૭ લાખ કિંમતનો ટ્રક અને બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૮.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. બનાવ અંગે કામરેજ પોલીસે ટ્રક ચાલક નિશાર મોહમદ શેખ અને ક્લીનર સારીમોદીન જમીરૂદીન મલેક નાંઓ સામે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ભેંસો ભરવી આપનાર નબીર શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!