Explore

Search

October 8, 2026

Contact us -7820092500

IAS Coaching

બારડોલીનાં મોતા ગામેથી સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરાયા

સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાનાં મોતા ગામે આવેલ રાઈઝોન ગ્રીન સોલારનાં મોતા-૦૧નાં કમ્પાઉન્ડમાં અને ગ્રીન સોલારના મોતા-૦૨ના સોલાર પ્લાન્ટમાંથી ચોરો આશરે કુલ ૭,૪૦૦ મીટર કિંમત જેની કિંમત રૂપિયા ૨,૫૯,૦૦૦/-નાં વાયર ચોરી ગયા હતા.

જયારે બીજા બનાવમાં રાઈઝોન ગ્રીન સોલાર પ્લાન્ટના મોટી ફળોદ ખાતે આવેલા પ્લાન્ટ પ્રોજેક્ટમાંથી મોટી ફળોદ-રના કમ્પાઉન્ડના શાંતિ પ્રકાશ ડ્રોઈંગ અને દેવી પ્રોસેસરના ખુલ્લા સોલાર પ્લાન્ટ અને પ્લાન્ટમાં આવેલા મકાનમાંથી ગત તારીખ ૦૫ નારોજ અજાણ્યા ચોર ઈસમો ૪ સ્ક્વેર એમ.એમ. ડીસી કેબલના ૯,૭૦૦ મીટરના રૂપિયા ૨,૩૪,૫૦૦/-ના વાયરો ચોરી ગયા હતા. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!