Explore

Search

October 8, 2026

Contact us -7820092500

IAS Coaching

પલસાણાનાં એના ટોલ પ્લાઝા પાસેથી ટેમ્પોમાં ગેરકાયદે પશુઓ ભરી જતો ચાલક પકડાયો

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં એના ટોલ પ્લાઝા પાસે નેશનલ એક્સપ્રેસ વે ૦૪ પરથી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતી ૯ ભેંસો ભરેલો ટેમ્પો પોલીસે ઝડપી પાડયો હતો.. ગૌરક્ષકોની બાતમી અને મદદથી પોલીસે રૂપિયા ૬.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો. ગતરોજ મળસ્કે એક ગૌરક્ષકને શંકાસ્પદ જણાતો એક ટેમ્પો પકડી પલસાણા પોલીસ સ્ટેશને લાવીને જાણ કરી હતી કે, આ ટેમ્પોમાં પશુઓને ધંધુકાથી માલેગાંવ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે.

જે બાતમીનાં આધારે એ.એસ.આઈ. પંચોને સાથે રાખીને ટેમ્પાની તપાસ કરતા તેમાં વગર પાસ પરમીટ, પાણી કે ઘાસચારાની સગવડ વિના અને ટૂંકા દોરડે ખીચોખીચ બાંધેલી ૯ ભેંસો મળી આવી હતી. આમ, પોલીસે ટેમ્પાનાં ચાલક અક્રમ ઈકબાલભાઈ તકરવાડીયા (રહે.ભાવનગર)ની અટકાયત કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ ભેંસો ધંધુકા ખાતેથી મજીદભાઈ વલીભાઈ તરકવાડીયા (રહે.જિ.ભાવનગર)નાંએ ભરાવી આપી હતી. આમ, પોલીસે રૂપિયા ૧.૮૦ લાખની કિંમતની ૯ ભેંસો અને રૂપિયા ૫ લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ રૂપિયા ૬.૮૦ લાખો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!