Explore

Search

October 8, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજનાં નવી પારડી ગામે યુવક પર ટેન્કરનું પાછલું ટાયર ફરી જતાં ઘટના સ્થળ પર મોત

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં નવી પારડી ગામની સીમમાં સુમુલ ડેરીનાં દૂધના ટેન્કરના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારીને પોતાના જ સાથી યુવક પર ટેન્કરનું પાછલું ચાલકને ટાયર ફેરવી દેતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના સુલ્તાનપુર જિલ્લાના કાદીપુર તાલુકાના બહાદીનપુર ગામના વતની અને હાલ સુરતમાં સુમુલ ડેરીના રિદ્ધિ સિદ્ધિ ટ્રાન્સપોર્ટનાં ટેન્કર પર ડ્રાઇવિંગ કરતા ર૯ વર્ષીય પુરુષરાજ રામરાજ યાદવ રાત્રિનાં આશરે પોણા અગિયાર વાગ્યે નવી પારડી રોડ પર ઊભા હતા.

તે દરમિયાન તેમના જ વતનના અને સુમુલ ડેરીના ટેન્કર ચલાવતા સૂરજ શ્યામનારાયણ યાદવે ટેન્કર ગફલતભરી રીતે હંકારી પુરુષરાજને ટક્કર મારી ટેન્કરનું પાછળનું વ્હીલ સીધું તેના માથા પર પરથી ફેરવી દીધું હતું. જેથી આ ઘટનામાં પુરુષરાજનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેના મોટા ભાઈ રામતીર્થ યાદવે ટેન્કર ચાલક સૂરજ શ્યામનારાયણ યાદવ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!