Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

બીલીમોરા રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગેલ ભિષણ આગમાં ૬ દુકાનો ખાખ

વલસાડ જિલ્લાનાં બીલીમોરા રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગેલ ભિષણ આગમાં ૬ દુકાનો સળગીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયું હતું. મળતી માહિતી મીજબ, બીલીમોરા રેલવે સ્ટેશન રોડ પર ગતરોજ બપોરે આવેલ ગાદલા અને તકીયા બનાવતી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળેલી હતી જે થોડી જ વાર વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભયાનક આગની લપેટએ બાજુમાં આવેલ મેડિકલ સ્ટોર સહિત કુલ ૬ દુકાનો આવી જતાં લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ગાદલા અને તકિયામાં વપરાતું રુંવાટી હોવાથી આગ માટે વધારે જ ફેલાય હાઈ હતી.

આ આગે આસપાસની અન્ય દુકાનોને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી. આ લાઈનમાં આવેલ એક મેડિકલ સ્ટોર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. મેડિકલ સ્ટોરમાં રહેલી દવાઓ અને કેમિકલયુક્ત સામાનના કારણે આગ વધુ ઉગ્ર બની હતી અને ધડાકા સાથે લપેટો બહાર ફેંકાવા લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, તેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતાં. જયારે ભારે અવરજવર વાળા વ્યસ્ત માર્ગ પર અચાનક બનેલ આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

આ આગની ઘટનાની જાણ થતા જ બીલીમોરા ઉપરાંત ગણદેવીના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ બીલીમોરા પાલિકાની ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી યુદ્ધના ધોરણે પાણીનો મારો કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે ૬ દુકાનોનો અંદર રહેલો તમામ માલસામાન બળીને રાખ થઈ ગયો હતો, જેનાથી વેપારીઓને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. આ આગની ઘટનાની બીલીમોરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)(File Photo)

Advertisement
error: Content is protected !!