Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

ખારેલ ઓવર બ્રિજ નીચેથી ટેમ્પોમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલકની ધરપકડ

નવસારી જિલ્લાનાં ગણદેવીમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પરનાં ખારેલ ઓવર બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડી એક ઈસમની ધરપકડ કરી પોલીસે જરૂરી કાર્યાવહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસે બાતમીનાં આધારે ખારેલ ઓવર બ્રિજ નીચે વોચ ગોઠવી હતી તે દરમિયાન એક ટેમ્પોને અટકાવ્યો હતો. ટેમ્પોની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ ૧,૧૫૨ નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૩,૪૦,૮૦૦/- હતી.

આમ, પોલીસે રૂપિયા ૨.૫૦ લાખની કિંમતનો ટેમ્પો અને એક નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૫,૯૫,૮૦૦/૦-નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક નરેન્દ્રસીંગ લાલજીસિંહ પરસ્તે (રહે.ઉમરગામ, મૂળ મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી. જયારે ચાલકની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો ભરાવી આપનાર તથા મંગાવનાર તરીકે વડોદરા ખાતે રહેતા સોનુસિંગ અને કાકાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યાવહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!