સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાનાં વરાડ ગામની સીમમાં રાયમ-મોતા રોડ પર મંગળવાર નારોજ સુમિતભાઈ સુનિલભાઈ હળપતિ તેમની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલા વિજુભાઈ રજવીભાઈ હળપતિ અને તેમની સાથે જઈ રહેલા મંગુભાઈ કિશનભાઈ ચૌધરીને પાછળથી જોરદાર ટક્કર મારી રોડની બાજુમાં ફેંકી દીધા હતા.
આ અકસ્માતમાં વિજુભાઈ હળપતિને માથાના ભાગે અને ડાબા પગમાં ગંભીર ઈજા અને શરીરે અન્ય ઈજા પહોંચી હતી અને મંગુભાઈ ચૌધરીને મોઢાના ભાગે અને શરીરે અન્ય ઈજા પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વરાડ ગામના વિજુ હળપતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકની પત્નીએ લતાબેન વિજુભાઈ હળપતિ (રહે.વરાડ ગામ, તા.બારડોલી, જિ.સુરત)નાંએ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બાઈક ચાલક સુમિતભાઈ સુનિલભાઈ હળપતિ વિરુદ્ધ ગુનો દાખલ કરાતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


