Explore

Search

October 2, 2026

Contact us -7820092500

IAS Coaching

બારડોલી નગરમાં મારામારીનો ગુન્હો પોલીસ મથકે નોંધાયો

સુરત જિલ્લાનાં બારડોલી નગરનાં આશીયાના નગરના કબીરનગરમાં રહેતા સાજીયા સઈદ શેખ અને તેમની માતા અસલીફૂનનનશા તારીખ ૨૯ નારોજ આશીયાના નગરમાં શાકભાજી લેવા માટે ગયા હતા. તે દરમિયાન શાકભાજીનો ધંધો કરતા જાનમહમદ રજ્જબ રાઈન (રહે.કબીરનગર ટેકરા પર,આશીયાના નગર,બારડોલી) સાજીયા શેખ અને તેની માતા સામે બીભત્સ ચેનચાળા કરી પરેશાન કરતો હતો. સાજીયા શેખ તેને આવું નહી કરવા બાબતે કહેતા જાનમહમદ ઉશ્કેરાઈ જઈને તેમની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બાબતની અદાવત રાખી રાત્રીના સમયે જાનમહમદનો પુત્ર ઈરસાદ જાનમહમદ રાઈન અને તેમની સાથે અન્ય બે ઈસમોએ મળી સાજીયા શેખની બહેન સાયદાને માથાના ભાગે ઈજા પહોંચાડી સાજીયા શેખની માતા અસલીફૂનનિશા અને તેના ભાઈ સમીરને મૂઢમારી મારી ભાગી ગયા હતા. બનાવ અંગે સાજીયા શેખે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ઈરસાદ જાનમહમદ રાઈન અને તેના પિતા જાનમહમદ રજ્જબ રાઈન તેમજ તેમની સાથે અન્ય બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!