Explore

Search

August 12, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજનાં શેખપુર ખાતે બીજા માળેથી નીચે પટકાતાં શખ્સનું મોત નીપજ્યું

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં શેખપુર ખાતે શુંગલ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ શ્રી ખોડલ ટેક્ષટાઇલ્સનાં પ્લોટ નં-૯૮૩,૯૮૪નાં ત્રીજા માળે રૂમમાં રહેતો અને મુળ ઓરિસ્સાનાં ગંજામ જિલ્લાનાં બાહ્યણપદરનો ૪૬ વર્ષીય સુધાકર બનમાલી બિશોઇ કંપનીનાં બીજા માળે કામ કરતો હતો.

તે સમયે નીચે પડી જતા તેને માથાનાં પાછળનાં ભાગે તેમજ ડાબા પગનાં પંજાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરનાં તબીબોએ સુધાકરને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે કામરેજ પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!