Explore

Search

May 28, 2026

Contact us -7820092500

IAS Coaching

ગિરિમથક સાપુતારામાં આતંક મચાવતી દીપડી પાંજરે પુરાઈ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવતી દીપડીને દક્ષિણ ડાંગ વન વિભાગના શામગહાન રેંજની ટીમે સફળતાપૂર્વક પાંજરે પકડી પાડતા સ્થાનિકો તેમજ પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.સી.એફ.ના માર્ગદર્શન હેઠળ શામગહાન રેંજના આર.એફ.ઓ.ની ટીમ દ્વારા સાપુતારાના વિવિધ વિસ્તારોમાં પાંજરાં ગોઠવવામાં આવ્યા હતાં. આ દરમિયાન રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતી દીપડી પાંજરામાં પુરાઈ હતી.

જોકે થોડા દિવસો અગાઉ સાપુતારા વિસ્તારમાં એક ખૂંખાર દીપડો પણ પાંજરે પુરાયો હતો. આ નર દીપડા સાથે જ દીપડી ફરતી જોવા મળતી હતી. બન્ને દીપડાનું જોડું સાપુતારાના જંગલ તેમજ આસપાસના વિસ્તારોમાં સતત ફરી રહ્યું હતું અને પાલતુ કૂતરાં તેમજ ઘોડાઓને નિશાન બનાવી રહ્યું હતું. સાપુતારામાં દીપડાની ચહલ-પહલથી પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. જેથી દક્ષિણ ડાંગ વન વિભાગનાં શામગહાન રેંજ દ્વારા સતત મોનિટરિંગ અને ટ્રેપિંગ કામગીરી હાથ ધરાતા અંતે દીપડી પણ પાંજરે પુરાતાં સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓમાં રાહત જોવા મળી હતી.(ફાઈલ ફોટો)

Advertisement
error: Content is protected !!