Explore

Search

May 25, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત ગ્રામ્ય LCB પોલીસની કામગીરી : સગીરાનું અપહરણ કરનાર આરોપીને કામરેજથી ઝડપી પાડ્યો

સુરત ગ્રામ્ય LCB પોલીસે પાટણ જિલ્લામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને કામરેજથી ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી છે અને પાટણ જિલ્લા પોલીસને બંનેનો કબ્જો સોંપ્યો છે. સુરત જિલ્લા LCB, પેરોલ ફર્લો સ્ક્વોડ અને સ્થાનીક કડોદરા પોલીસે રાજ્યમાંથી અપહરણ તથા ગુમ થયેલી સગીર અને વ્યક્તિઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આમ, પોલીસ ઇન્સ્પેક્ટરએ પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

આ પેટ્રોલીંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે. પાટણ શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી નાસી જનાર મુકેશ તરસિંગ ઠાકોર હાલ કામરેજ ગામની પટેલ ટાઉનશીપમાં સગીરા સાથે હાજર છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળ પર પહોંચી તપાસ કરતા અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનાર સગીરા મળી આવ્યા હતા.

આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તે ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપીને પાટણ જિલ્લામાંથી અપહરણ કરીને લાવ્યો હતો. પકડાયેલ ૨૧ વર્ષીય આરોપી મુકેશ તરસિંગ ઠાકોર મૂળ વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના નુદરીયાવાસનો વતની છે અને હાલ કામરેજના પટેલ ટાઉનશીપમાં રહે છે. આ અપહરણ મામલે પાટણ શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો. સુરત ગ્રામ્ય LCB પોલીસે પાટણ જિલ્લા પોલીસનો સંપર્ક કરી અપહરણ થનાર સગીરા અને આરોપીનો કબ્જો તેમને સુપ્રત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાય પરી હતી.(ફાઈલ ફોટો)

Advertisement
error: Content is protected !!