Explore

Search

May 25, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજનાં ઉભેળ ગામેથી વરલી મટકાનો જુગાર રમાડનાર એક ઝડપાયો, એક વોન્ટેડ

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ઉભેળ ગામની સીમમાં જાહેરમાં વરલી મટકાનાં આંક પર જુગાર રમાડતા એક ઈસમને ઝડપી પાડયો હતો. મળતી માહિતી મુજબ, કામરેજનાં ઉભેળ ગામનાં દાદીયા ફળિયા પાસે ઉંભેળથી પરબ ગામ તરફ જતા રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક ઈસમ આંટાફેરા મારે છે અને વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી રમાડે છે.

જે બાતમી કામરેજ પોલીસને મળતા ત્યાં દરોડો પાડી આરોપી સંજય સોમાભાઈ ગામીત (ઉ.વ.૩૮, રહે.ઉંભેળ ગામ દદીયા ફળિયું,કામરેજ)ને ઝડપી પાડી તલાશી લેતા ૩,૫૬૦ વરલી મટકાના આંક લખેલા તેના રોકડા, ૭ હજાર અંગઝડતીમાંથી મળી રોકડા મળી કુલ રૂપિયા ૧૦,૫૬૦ કબજે કરી તેને આંકડા લખવા મૂકનાર ધીરજ રાઠોડ (રહે.નાગોડ ગામ, મંદિર ફળિયું, તા. કામરેજ)ને વોન્ટેડ જાહેર કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!